ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના બિલપૂડી ગામના સીમ પાડા ફળિયામાં રહેતા ૮ અને એમની સાથે ૩ બારોલીયા તથા પારડીના યુવાનો નોકર ના વ્યવસાય માટે R.V.Lab ગુંજન, વાપીમાં કામ પર જતા હતા ત્યાં તેમને કોન્ટ્રાકટર દ્વારા ૧૫ દિવસનો પગાર ન અપાતા BTTS વચ્ચે પડયું અને પગાર અપાવ્યાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ રમપુર તાલુકાના બિલપૂડી ગામના સીમ પાડા ફળિયામાં રહેતા ૮ અને એમની સાથે ૩ બારોલીયા તથા પારડીના યુવાનો નોકર ના વ્યવસાય માટે R.V.Lab ગુંજન, વાપીમાં કામ પર જતા હતા ત્યાં તેમને કોન્ટ્રાકટર દ્વારા વાયદાઓ પર વાયદાઓ કરી ૧૫ દિવસનો પગાર ન અપાતા યુવાનો દ્વારા આ બાબતે BTTSને વાત કરવામાં આવી અને BTTS દ્વારા આ યુવાનોને પગાર ભથ્થું અપાવ્યાના સમાચાર પ્રાપ્ત બન્યા છે.

આજરોજ BTTS દ્વારા તમામ યુવાઓને કોન્ટ્રાકટર દ્વારા નીકળતી પૂરેપૂરી ૩૫૦૦૦/ રૂપિયા જેટલી રોકડ રકમ આપી દેવામાં આવી હતી પગાર મળતાં આ તમામ યુવાઓ દ્વારા BTTS સંગઠન ધરમપુરની ટીમ અને નવસારી જિલ્લા BTTS સંગઠનના યુવા ઉપપ્રમુખ મિતેષ પટેલનો આભાર માન્યો હતો.