ચીખલી: ખેરગામ તાલુકાની છાત્રાલાયમાં થયેલા કપરાડાના વિદ્યાર્થીના મોત અંગેનું કોકડું હજુ ઉકેલાયું નથી ત્યાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી કુમાર છાત્રાલયમાં ડાંગ જિલ્લાના ચીચપાડા ગામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવવાની ઘટના સામે આવતાં આદિવાસી સમાજમાં ચકચાર મચી જવા પામી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ મૂળ ડાંગ જિલ્લાના ચિચપાડા ગામનો 20 વર્ષીય નિતેશ નામનો વિદ્યાર્થીએ ચીખલી એપીએમસી માર્કેટયાર્ડમાં આવેલી કુમાર છાત્રાલયના ટેરેસ પર આજરોજ સવારે નાઈલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ જીવન લીધું હતું. સાયન્સ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં આ વિદ્યાર્થી કેમ આપઘાતનું અંતિમ પગલું ભર્યું એ વાતે લોકોને વિચારવા મજબુર કરાયા છે તેના પાસે કોઈ સુસાઇટ નોટ પણ મળી નથી.
ઘટનાની જાણ જ ચીખલી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી પોલીસે ઘટનાની જાણ વિદ્યાર્થીના પરિવારને કરી હતી. ત્યાર બાદ વિધાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હાલમાં આ આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

