ચીખલી: ચીખલી વનવિભાગ દ્વારા ચીખલી કોલેજ સર્કલ પાસેથી એક ટ્રકમાં બારદાનની આડમાં ચીખલી થી રાજસ્થાન મોકલાવાઈ રહેલો સાગ અને સીસમના લાકડાના જથ્થો આજરોજ વહેલી સવારે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા બાદ આ હેરાફેરીમાં વધુ તપાસ હાથ ધરી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી વનવિભાગ દ્વારા ચીખલી કોલેજ સર્કલ પાસે GJ–31-T-2586 નંબર ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં બારદાનની આડમાં છુપાવેલ સાગના ચોરસા નંગ-39, ધનમીટર 7. 038 જેની કિંમત રૂ.7, 35,000/- તથા સિસમ ચોરસા નંગ-57, ધનમીટર 4. 457 જેની કિંમત રૂ.7, 06,500/- મળી કુલ્લે રૂ 14, 41, 500/- નો લાકડાનો જથ્થો તથા ટ્રક સાથે રૂ.21, 70, 500/- નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક કમરૂદિન હનીફખાન (ઉ.વ-૨૭) તથા તાજુદીન ગોપેખાન (ઉ.વ.આ.૨૧) ની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આજે આવા જંગલ માફિયાઓના લીધે ધીરે ધીરે આદિવાસી વિસ્તારોના જંગલો ખતમ થઇ રહ્યા છે ત્યારે ચીખલી વનવિભાગ દ્વારા લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનાહિત પ્રવૃતિમાં ભાગીદાર શખ્સોને તપાસ કરી એના વિરુદ્ધ કડક પગલાં ભરવાની તૈયારી બતાવી છે.