સુરત: દિવાળીના તહેવારને સુરત કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગ કરવા માટે ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યા છે એવું કહેવામાં આવી રહી રહ્યું છે કે 10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ ભાડું આપશે.
દિવ્યભાસ્કરના અહેવાલ અનુસાર આ વર્ષે પાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશની કરશે, જેમાં19.75 લાખનો ખર્ચ થશે. 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓવર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે રોશની કરવામાં આવશે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરોનું કહેવું છે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝ તથા થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે.

