ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં પાણી માટે ના મોટા પાઇપો રસ્તાની સાઈડ નાખવામાં આવ્યા ના કારણે ગામના આદિવાસી ખેડૂતોના તુવરના પાકને નુકશાન થયાનું જણાવી તેમને પાણી પુરવઠાની આ બેજવાબદાર કામગીરી સામે વાંધો ઉઠાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર મોટીઢોલ ડુંગરી ગામમાં પાણી માટે ના મોટા પાઇપો રસ્તાની સાઈડ નાખવામાં આવ્યા હતા અને જેના કારણે આદિવાસી સમાજના ખેડૂતોની તુવરના પાકને નુકશાન થયું હતું. આ બાબતે ગામના વડીલો અને યુવાનોએ વાંધો લેતા પાણી પુરવઠાના અધિકારીઓ સ્થળ પર આવી અને એમણે ગ્રામ પંચાયતની પરમિશન ન લીધી હોય અને ખેડુતોને પણ પુછવા વગર બેજવાબદાર કામગીરી કરી હોય જે બાબતની વાત કરી હતી.
યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલ જણાવે છે કે ગામના જાગૃત ખેડૂતોના હિંમત રંગ લાવી અને પાણી પુરવઠાના આધિકારીઓ દ્વારા તાત્કાલિક કામ બંધ કરી અને આવનાર દિવસમાં ગ્રામજનો સાથે મિટિંગ કરી અને ગામને વિશ્વાસમાં લઇને કામગીરી કરવામાં આવશે નું આશ્વાસન ખેડૂતોને આપ્યું હતું. આ સમાજની એકતા, સમાજની પાઘડી અને ગ્રામ પંચાયતના ઠરાવની તાકાત છે.

