ડાંગ: ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી જનસંપર્ક શાખા ગુજરાત રાજ્ય ગાંધીનગરનાં અપીલ પત્રે અન્વયે “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન” અંતર્ગત અપીલ –પત્રનો અક્ષરસહ પાલન કરી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા જિ-ડાંગ દ્વારા “ખાદી દિવસ “ ની ઉજવણી કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોલેજના શૈક્ષણિક તેમજ બિન-શૈક્ષણિક કર્મચારીઓએ ખાદીના વસ્ત્ર પરિધાન કરી “ખાદી ફોર નેશન ખાદી ફોર ફેશન” ને બળ પૂરું પાડવામાં આવ્યું હતું. બીજા ચરણમાં આ દિવસે આ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં હિન્દી વિષયનાં અધ્યક્ષ પ્રા. દિલીપકુમાર એમ.ગાવિત કે જેઓએ ગૂજરાત વિદ્યાપીઠ અમદવાદ ખાતે અભ્યાસ કરી ગાંધી વિચાર વાકેફ હોવાથી “ખાદીનું મહત્વ” વિષે માહિતી પૂરી પાડી હતી.

કોલેજનાં આચાર્ય ડૉ. યુ.કે.ગાંગુડેએ ગાંધીની ખાદી અને આત્મનિર્ભર ભારત માટે ખાદી વસ્ત્રોનું યોગદાન અને ખાદીનું અર્થશાસ્ત્ર વિષય ઉપર ભાર મૂકી ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ.એચ.પી.વરુ એ કર્યું હતું.