ધરમપુર: ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી આપણા દ્વારા જે તે કર્મચારીઓના ગ્રેડ પે તથા પગાર ભથ્થામાં મનમાની કરી સુધારા આપ કરતા આવ્યા છો. રાજ્યના તમામ કર્મચારીઓના મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની આપની જવાબદારીનું ભાન કરાવવા આજરોજ તાલુકા વિકાસ અધિકારીની મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ પત્રમાં કલ્પેશભાઈ પટેલની માંગણી છે કે (1) ગુજરાત રાજ્યના એસ એસ આઈ હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખુબ જ ઓછા છે જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવામાં આવે ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતાં વર્ષો જુના પગાર ભથ્થામાં વધારો કરવામાં આવે (2) ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓનોફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારેની નોકરીમાં માનવાધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તથા તેમણે ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામાં આવે (3) હાલમાં ગુજરાત તમામ વિભાગોમાં તથા શોષણ સામે લડતાં વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે એવી માંગણી છે.

આ માંગણીઓ ગુજરાત સરકાર સત્વરે પુરી કરે અને દરેક વિભાગમાં સરકારી નોકરી કરતાં કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ