ચીખલી: આપણે ત્યાં તહેવારો નજીક આવતાં ચોરી થયાની અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજ ચીખલીના સમરોલી ગામમાંથી બહુરૂપીએ કિન્નરના વેશમાં એક મહિલાની સોનાની ચેઇન ઊતરાવી પાણી સાથે ગળી જવાની ઘટના આપવામાં આવી છે.

Decision Newsને મળેલી વિગતો અનુસાર દિવાળીના તહેવાર ટાણે ચોરીના બનાવો બનવાની શરૂવાત થઇ ચુકી હોય તેમ ચીખલીના સમરોલી ગામમાંથી બહુરૂપીએ કિન્નરના વેશમાં એક મહિલાની સોનાની ચેઇન ઊતરાવી પાણી સાથે ગળી જઈ ચોરી કરવાની ઘટના બનવા પામી હતી આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા ચીખલી પોલીસે આ બાબતે આરોપીને ઝડપી તપાસ કરતાં એના શરીરમા ચેઇન હોવાનું જાણવા મળતાં આરોપીને કસ્ટડીમાં લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોરોએ ચોરી કરવાની અને ચોરીનો માલ સંતાડવાની પણ વિવિધ રીતો શોધી કાઢી હોય તેમ અલગ અલગ પ્રકારની ચોરીઓના કિસ્સાઓ હવે દિવાળીના તહેવારોમાં આપણને જાણવા મળશે. ત્યારે આવી ચોરીઓનો પર્દાફાસ કરવા માટે આપણી પોલીસ પણ સજ્જ બની છે.