વાંસદા: નવસારીના વાંસદા તાલુકામાં ઉડાણના વિસ્તારમાંથી દર્દીઓને આરોગ્ય લઈને હાલાકી પડી ભોગવવી પડી રહી છે ત્યારે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના ફંડથી વાંસદા ગ્રામ પંચાયતને એમ્બ્યુલન્સ ફાળવાતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષકોના સહયોગથી શુક્રવારના રોજ વાંસદા ગ્રામ પંચાયતને એક એમ્બ્યુલન્સ ભાજપ પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી. આર. પાટીલ અને ગુજરાતના આદિજાતિ વિકાસ અને અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ કક્ષાના મંત્રી નરેશભાઇ પટેલના હસ્તે ભેટ કરવામાં આવી હતી.
વાંસદા તાલુકાના લોકો એમ્બ્યુલન્સ મળતા ખુશીઓ છવાઈ ગઈ હતી આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહ, શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી સહિત ભાજપના સ્થાનિક અગ્રણીઓ યુવાનો હાજર રહ્યા હતા.