Featured : તમને જાણીને ઝટકો જરૂર લાગશે..કે પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર, શાકભાજી, તેલ-મસાલાના વધતા ભાવ હવે આગ લગાવતી માચિસના ડબ્બી સુધી પહોંચી ગયો છે. દૈનિક ઉપયોગમાં લેવાતી 1 રૂપિયામાં મળતી માચિસની ડબ્બીની કિંમત 14 વર્ષ બાદ કિંમતોમાં વધારો થવા જઈ રહ્યો છે.
Decision Newsને ઉપલબ્ધ બનેલી માહિતી મુજબ અત્યાર સુધી 1 રૂપિયામાં મળતી માચિસની કિંમત 1 ડિસેમ્બરથી 1 રૂપિયાના બદલે બે રૂપિયામાં મળશે. માચિસ ઉદ્યોગ નિગમોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. આપણે જઈએ છીએ કે પહેલી વાર 2007માં માચિસની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયો કરી દેવામાં આવી હતી. હવે માચિસની કિંમતમાં એક વાર ફરીથી વધારો કરીને તેને 2 રૂપિયા કરવામાં આવી રહી છે.
કિંમતમાં કરવામાં આવેલા વધારા પાછળ કાચા માલના ભાવમાં થયેલા વધારાને જણાવવામાં આવી રહ્યુ છે નિર્માતાઓનુ કહેવુ છે કે માચિસ નિર્માણમાં લાગતા કાચા માલની કિંમતોમાં તેજી આવી છે જેના કારણે એ હવે આ ભાવે વેચવી સંભવ નથી.