નવસારી: થોડા દિવસ અગાવ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 23 વર્ષીય યુવાન 3 માસ પહેલા એક ઇન્ટરવ્યુમાં નાપાસ થતા તે બાબતે મનદુઃખ થતા હતાશામાં આવી યુવાને મંગળવારે ઘરે બપોરના સમયે પોતાના રૂમમાં જ ફાંસો ખાઈ લીધાની ઘટના સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ કબીલપોરના વસંતવિહાર સોસાયટીમાં કેવલ નિલેશભાઈ પટેલ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ઉચ્ચત્તર અભ્યાસ માટે થિસીસનું કામ ઘરે રહીને જ કરતો હતો. કેવલ પટેલ ત્રણ માસ પહેલા એક કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યુ આપવા ગયો અને ત્યાં તે તેને નાપસંદ કરવામાં આવતા તે હતાશામાં આવી ગયો હતો ત્યારે મંગળવારે તે સવારે રૂમમાં ગયા બાદ તે બપોરે જમવા માટે નહીં આવતા માતાએ બોલાવ્યો હતો પરંતુ તે નહીં આવતા માતાએ કેવલના રૂમની બારીમાંથી જોતા કેવલ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં હતો.
આ બાબતે કેવલની માતાએ નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરતા ગ્રામ્ય પીએસઆઈ એસ.બી.ટડેલ અને સ્ટાફે આવી નિવેદન લઇ આગળની કામગીરી હાથ ધરી હતી.

