ધરમપુર: આજરોજ ધરમપુર થી વાંસદા જતો નેશનલ 56 રોડ પડેલાં ખાડાઓ અને ઉડી રહેલી ધૂળની ડમરીઓ ટૂ વ્હીલર વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ બાબતે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી ઉદાસીનતા ક્યારેક કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લઇ લેશે એવું લોકો કહી રહ્યા છે.

રસ્તાઓ પરથી પસાર થતા વ્હીલર વાહન ચાલકો Decision News સાથે વાતચીત કરતાં કહે છે કે આસુરા બિરસામુંડા સર્કલ, કરંજવેરી પુલ પાસે, કાંગવી ફાટક પાસે, કરંજવેરી દૂધ ડેરીની આગળના પુલ પાસે, આંબા પેટ્રોલ પંપ પાસે ઠેર ઠેર ખાડાઓ અને ધૂળની ડમરીઓ ઉડે છે ટૂ વ્હીલર વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખુબજ તખલીફ પડી રહી છે.

ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે આ બાબતે તંત્રને લેખિતમાં, અને તાલુકા પંચયાતની સામાન્ય સભામાં પણ રજુઆત કરી હોય પરંતુ મને લાગે છે જે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઇને બેઠું એમ લાગે છે. આપણા આદિવાસી સમાજનું ગૌરવ એવા મધ્યપ્રદેશના મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઇ ને ધરમપુરના યુવાનો વતી ખાસ આગ્રહ છે કરીએ છે કે ફરી ધરમપુરની મુલાકાત લો જેથી તંત્ર પોતાનું નાક બચાવવા રસ્તાઓ મોડે સુધી પણ રીપેર કરી શકે (અગાઉ આપ સાહેબશ્રી આવ્યા હતા ત્યારે રાતો રાત તંત્ર દ્વારા રોડ રીપેર કર્યા હતા)

આજરોજ આંબા ગામના આદીવાસી સમાજના મિત્રો રાહુલ પટેલ, સંદીપ પટેલ, જયદીપભાઈ, શિવમ પટેલ ,નિલેશભાઈ, પિંકલભાઈ, મંગુભાઇ, નાનીવહિયાળ ગામના મિત્રો હિમેશ પટેલ, દિપક પટેલ, યોગેશ પટેલ, મોટીઢોલ ડુંગરી ગામના મિત્રો હેમંત પટેલ, અને સમાજના આગેવાનો સાથે ખાડાઓનું પૂજન કરી વૃક્ષની ડાળીઓ રોપીને આ કામ ન તંત્રનો વિરોધ કરીએ છીએ અને તાત્કાલિક રોડના ખાડાઓ રીપેર કરવામાં ન આવ્યા તો આવનાર દિવસમાં રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે, જેની સપૂર્ણ જવાબદારી આ કામના લાગતા તંત્રની રહશે,