વલસાડ: આજરોજ વલસાડ જિલ્લાના NSUI પ્રમુખ દશરથ કડુના આશીર્વાદ રૂપે અને કપરાડા તાલુકાના NSUI પ્રમુખ દિવ્યેશ શિંગાડેની અને વનરાજ કોલેજના હાર્દિક પટેલની આગેવાનીમાં આજ રોજ ધરમપુર વનરાજ કોલેજના NSUIના પ્રમુખ તરીકે કાળાત રીયલ કુમારની વરણી કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વનરાજ કોલેજના હાર્દિક પટેલની આગેવાનીમાં આજ રોજ ધરમપુર વનરાજ કોલેજના NSUIના પ્રમુખ તરીકે કાળાત રીયલ કુમારની વરણી કરવામાં આવી જેમાં વલસાડ જિલ્લાના NSUI પ્રમુખ દશરથ કડુના માર્ગદર્શન અને કપરાડા તાલુકાના NSUI પ્રમુખ દિવ્યેશ શિંગાડેની અને વનરાજ કોલેજના હાર્દિક પટેલની આગેવાની જોવા મળી હતી.

રીયલ કુમાર જણાવ્યું વિદ્યાથીની દરેક રજુઆત અને મુશ્કેલીઓ દૂર કરવા માટે લડતો રહીશ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓના હિત માટે આંદોલનના રસ્તે જવું પડશે તો ત્યાં પણ હું અને મારા મિત્રો પાછી પાની નહિ કરીએ એની ખાતરી આઅપિએ છીએ.