દાનહ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલી ની લોકસભાની પેટા ચૂંટણી અન્વયે આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી સી.આર.પાટીલજીએ દાદરાનગર હવેલીના લોકસભા સીટના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાંવીત માટે દાદરા નગર હવેલી દમણગંગા વેલી ખાતે સંઘ પ્રદેશમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકો ની સભાનું સંબોધન કર્યું હતું

Decision Newsને મળેલી વિગતો અનુસાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તેમજ સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના પ્રભારી શ્રીમતી વિજયાબેન રાહટકર તેમજ દાદરાનગર હવેલી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ દાદરા નગર હવેલી પેટાચૂંટણીના સહપ્રભારી તેમજ ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ કક્ષાના પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવાજી અને ચૂંટણી સહપ્રભારી તેમજ નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ સંઘબપ્રદેશ પ્રશિક્ષણ વર્ગના ડોક્ટર નરેન્દ્ર દેવરે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના સિનિયર કાર્યકર શ્રી ફતેસિંહ ચૌહાણ,સેલવાસ નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રીશ્રી ઉદયભાઈ સોનવણે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો કાર્યકરો સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ ચર્ચા-વિચારણા કરી ભારતીય જનતા પાર્ટીના દાદરા નગર હવેલીના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાંવીત વધુમાં વધુ મતથી જીતાડવા માટેની હાકલ કરી હતી.