વલસાડ: થોડા દિવસ અગાઉની વાત છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પહાડી વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકારની પ્રગતિ હેઠળ રહેલી અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યાની ઘટના સામે આવી હતી.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે કપરાડા તાલુકાના મોટીપલસાણ ગામના કરજલી ફળિયા નજીક ખેતરો વચ્ચે થી પસાર થતી અસ્ટોલ પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા પાણીના ઉંચા તોતિંગ ફુવારો છૂટયો હતા અને ખેતરોમાં તૈયાર થયેલા ડાંગરના પાક હજારો લીટર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.

આ ઘટના બનવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો હોય એવું કહેવું પણ ખોટું નથી આ અસ્ટોલ યોજના ખેડૂતોની સુખાકારી માટે છે કે રઝળાવવા ! એમ કહી હાલમાં ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જોવા મળી રહી છે. નુકશાનની ભરપાઈ થાય એવી ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે હવે જોવું એ રહ્યું છે કે સરકાર કે સરકારીતંત્ર આ ખેડૂતોને મદદનો હાથ આપે છે કે નહિ !