વાંસદા: “કઈ પણ પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત બે ચીજોની જરૂર પડે પ્રથમ પ્રતીતિ અને બીજું ક્યારેય ન સમાયેલ ઉત્સાહ” આ શબ્દો છે ગતરોજ સમાજશાસ્ત્રમાં PH.D કક્ષાએ ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠમાં ગોલ્ડ મેડલ મેળવનારા વાંસદાના આદિવાસી યુવાન રાહુલ ગામિતના..

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના ઉનાઈ ગામના રહેતા રાહુલ ગામિતએ ગતરોજ ગાંધી દ્વારા સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠમાં સમાજશાસ્ત્રમાં PH.D કક્ષાએ આદિવાસી સમાજ પર સંસ્કૃતિકરણનો પ્રભાવ વિષય પર સંશોધન કાર્ય કરી આદિવાસી સમાજમાં સંશોધન ક્ષેત્રમાં આવનારી નવી દિશામાં આંગળી ચીંધી છે. રાહુલભાઈ હાલમાં શિક્ષક તરીકે ભરૂચમાં આદિવાસી સમાજની પા પા પગલી કરનારી ભાવી પેઢીને શિક્ષણ સંસ્કાર સિંચન કરી રહ્યા છે.

રાહુલ ગામિત Decision News સાથે વાત કરતાં જણાવે છે આદિવાસી સમાજના યુવાનો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે હું અને મારા ગ્રુપના મારા મિત્રો હંમેશા આદિવાસી યુવાનોને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરતાં હોઈએ છીએ. મને ગુજરાત વિદ્યાપીઠમાં PH.D કક્ષાએ ગોલ્ડ મેડલ મળ્યો એ સપના સમાન જ છે પણ હું ખુબ જ ખુશ છું આજે મને મારી મંજિલ મળ્યાની ખુશી મારી આ સફરમાં હમસફર બનનારા પરિવાર, મિત્રો અને મારા જીવન સંગીનીનો આભાર માનું છું.