સુરત: વહેલી સવારે કડોદરા GIDCમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે આ ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે જ્યારે 15 થી વધુ દાઝી જવાનું બહાર આવ્યું જે આ આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ દ્રશ્યો જોવા મળે છે.

Decision Newsને આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને પરોઢિયે 4.30 વાગ્યે ફોન આવ્યો હતો કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ તરફ દોડ્યા હતા અને સાથે જ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક સ્થળ પર પોહચી હોવાનું જાણવા મળ્યું છે ઘટનાના આખા સુરતમાં વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા સ્થળ પર નજરે જોવા મળ્યા હતા.

હાલમાં આ લખાય રહ્યું છે ત્યારે લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આ બિલ્ડિંગમાં 125થી વધુ લોકો હતાં. આગ લાગ્યા બાદ આ તમામ લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી લીધાં છે. હાલમાં 80 ટકા આગ કાબુમાં આવી ગઈ છે.