વાંસદા: નવરાત્રી મહોત્સવ પૂર્ણ થતાની સાથે જ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયા અને વરસાદ બંધ પડતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ જવા ગયો છે તેઓએ ડાંગરના પાકની કાપણી શરૂ કરી દેવાઇ છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગરના તૈયાર થયેલા પાકની કાપણી તો શરુ કરી દીધી છે પણ હાલમાં ખેતરો ભીના હોવાથી ખેડૂતો દ્વારા ખેતરની પાળ પર, રસ્તાની સાઈટમાં પાકને સુકવવામાં આવી રહ્યો છે. આ વર્ષે વરસાદ ડાંગર માટે લાભદાયક સાબિત થયો છે. સાથે જ આ વર્ષે તુવેર, મગ, જુવાર, મગફળી, નાગલીની ખેતીનો પાક પણ સારો રહી શકે એવી સંભાવાનો જોવાઈ રહી છે.

વાંસદા તાલુકાના ગંગપુર, રંગપુર, લિમઝર, અંકલાછ, કાવડેજ, પીપલખેડ, લાછકડી, નીરપણ વગેરે ગામડાઓમાં હાલમાં ડાંગરનો તૈયાર થયેલા પાકની કાપણી ખેડૂતોએ શરુ કરી દીધી છે અને ખેડૂતોમાં પોતાના પાકને લણવાની ખુશી તેમના ચેહરા પર ઝળકી રહી છે.