ચીખલી: આજરોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના પંથકમાં ધામધુમથી દશેરાના પર્વની આગલી સાંજના 12:45 લઈને આજે સવાર સુધી ચીખલી તાલુકાના રાનકુવા બજરંગ નાસ્તા સેન્ટર પર ફાફડા જલેબીની ખરીદી કરવા લોકોની ભીડનું જે વાતાવરણ સર્જાયું તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
Decision Newsને મળેલી માહિતી મુજબ જ્યારે સમગ્ર ભારત દેશમાં ધામધુમથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે મોડી સાંજેથી જ ચીખલી તાલુકાના રાનકુવા ગામે રાનકુવા ખારેલ રોડ પર જય બજરંગ નાસ્તા સેન્ટર પર દશેરાના દિને મોડી રાત થી જ ભીડ ઉમટી આજે સવારે પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
લોક માન્યતા મુજબ દશેરાના દિવસે લોકોમાં માન્યતા છે કે આ દિવસે ફાફડા અને જલેબી ખાવાની પ્રથા ચાલી આવે છે. ત્યારે રાનકુવા ના બજરંગ નાસ્તા સેન્ટર પર આજુબાજુ ના ગામો માં માતાજીના ગરબા રમવા ગયેલા ભાઈઓ બહેનો દશેરાની અગલી રાતે થી જ લોકો ની ફાફડા જલેબી ની ખરીદવા માટે ની ખુબ મોટી ભીડ જામી.

