ભારતમાં ધીમે-ધીમે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,862 નવા કેસ નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 19,391 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.60% સક્રિય કોરોના કેસ છે જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. ભારતમાં સક્રિય કેસનો કુલ આંકડો ઘટીને 2,03,678 પર પહોંચ્યો છે જે 216 દિવસમાં સૌથી ઓછો છે.
કોરોનાથી સાજા થવાનો દર હાલમાં 98.07% નોંધાયો છે જે પણ માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દેશમાં કુલ 3,33,82,100 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા.
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 112 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે જે હાલમાં 1.42% છે. દૈનિક પોઝિટિવીટી દર 1.43% પહોંચ્યો જે છેલ્લા 46 દિવસથી 3% કરતા ઓછો છે. દેશમાં કુલ 58.88 કરોડ કોરોના ટેસ્ટે કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 97.14 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.

