કપરાડા: તાજેતરમાં જ વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીઓ પોતાનો વેસ્ટ હવે કપરાડાના આદિવાસી વિસ્તારમાં ઠાલવવાના કિસ્સાઓ વધ્યાં છે. ત્યારે પ્રજાહિત દાવા કરતાં નેતાઓ અને પર્યાવરણના હિતેચ્છુ સંસ્થાઓ આખરે ચુપ કેમ છે ? લોકોના આ સવાલનો કોણ જવાબ આપશે ?
Decision Newsને મળેલી માહિતી મુજબ થોડા સમય પહેલાં જ કપરાડા કુંભઘાટ ઉપર કોઇ કંપનીનું કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કર ઠાલવવા જતાં ગ્રામજનોએ ચાલકની અટક કરી પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતા. પૈસાની લાલચમાં આવી કેટલાક સ્થાનિકોની મદદથી કેમિકલના ટેન્કરો ઠાલવામાં આવી રહ્યાંની લોક વાતો ઉઠી રહી છે ત્યારે કુંભઘાટમાં ઠાલવાયેલા આ કેમિકલ વેસ્ટ કઈ કંપનીએ કર્યું તે હજુ બહાર આવી નથી.
પોલીસ ફરિયાદ બાદ વાપી જીપીસીબીની ટીમ સ્થળ નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી કપરાડા પોલીસ અને જીપીસીબી મુળ સુધી પહોંચી શકી નથી અને આ રેકેટમાં કોણ કોણ જોડાયેલા છે એને બહાર લાવી શકી નથી એવો આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. એમ જાણવા મળ્યું છે કે GPCB કંપનીનું નામ પણ બહાર આવતાં તેની હેડ ઓફિસમાં રિપોર્ટ કરાયો હતો પરંતુ જવાબદાર એકમ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની કોઈ જાણકારી સામે આવી નથી. આવા ટાણે સ્થાનિક નેતાઓની ચુપ્પી લોકોના મનમાં અનેક સવાલો ઉભા કરી રહી છે. ?

            
		








