વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ચોંઢા ગામે જળ, જંગલ અને જમીન, આદિવાસી અધિકાર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશભાઇએ સમાજને એક જૂથ થઇ લડવાની વાત કરવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ કમલેશભાઈએ આદિવાસી સમાજના હિતેચ્છુઓએ સમાજના કાયદા, હકો, અને ગ્રામસભાની તાકાત ઉભી કરવાની વાત કરી હતી જ્યારે વાંસદાના લોકનેતા ધારાસભ્યશ્રી અનંત પટેલ દ્વારા પણ જંગલ જમીન અને દાવા અરજીઓ બાબતે આગામી દિવસોમાં મોટું જન આંદોલન થશે, હર હમેશ સમાજની સાથે છું એમ વાત કરી અને જયેશ ભાઈ દ્વારા ધારાસભ્યશ્રી અનંત પટેલએ કોરોનાના કપરા સમયમાં પોતાનો પગાર પણ સમાજના લોકોને આપી દીધો હતો ની વાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી ચંદુભાઈ, મોટીઢોલ ડુંગરી ગામના રૂમસિંગ ભાઈ, હેમંત પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આયોજક મિત્રો મયુર, પરિમલ, સુનિલ, રજનીકાંત ઉર્ફે બીજીન, વિશાલ, વિરલ, અમિત, જયેશભાઈ સ્થાનિક વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો ખુબજ મોટી સંખ્યામાં આવ્યા હતા