નવસારી: આજરોજ વિદેશી બનાવટનો દારૂ નવસારી LCB પોલીસે બોરીયાચ ટોલનાકા ખાતેથી 4,35,600 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી પ્રોહીબીશન ફરિયાદ કરી એક આરોપીને વોન્ટેડ કરી દશેરા તહેવાર પૂર્વે સફળતા મેળવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી LCB પોલીસને મળેલ બાતમીનાં આધારે બોરીયાચ ટોલનાકા પાસે, NH-48 મુંબઈ થી સુરત ટ્રેક ઉપર વોચ રાખવામાં આવ્યો હતો. આઈસર ટેમ્પો નંબર GJ-15-Z-2150ની ચકાસણી દરમ્યાન 123 પઠુાના બોક્ષમાં ભારતીય બનાવટની વવદેશી દારૂ વ્હીસ્કીની બોટલો નગં- 5904 જેની કી.રૂ. 4,35,600 રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ ગેરકાયદેસર વહન કરી લઇ જતા પકડી પાડી આરોપી જેકી રમેશભાઇ ટંડલ પાસેથી કબજે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દમણ ખાતેથી ભરી અંકલેશ્વર GIDC ખાતે લઈ જવામાં આવતો હતો.

નવસારી LCB પોલીસે આઈસર ટેમ્પો ચાલક જેકી રમેશભાઇ ટંડલની ધરપકડ કરી આઈસર ટેમ્પો કિંમત રૂ.5,00,000 સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.9,37,100 નો મુદ્દામાલ ઝડતી મેળવી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની ફરિયાદ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.