વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભવિષ્યમાં આવનારી મહામારીઓ સામે લડવા માટે નોંધનીય પગલું લીધું છે. વિશ્વમાં ચાલી રહેલી કોરોના મહામારી સામે લડવા માટેની શીખ લઈને કોરોના મહામારી તથા ભવિષ્યમાં ઉદભવનારી મહામારીઓના ઉદભવને તારવવા માટે 26 વૈજ્ઞાનિકોની એક સમિતીની રચના કરી છે.
આ સમિતીમાં અમેરિકા, ચીન સહિત વિવિધ દેશોના 26 વૈજ્ઞાનિકોનો સમાવેશ કરાયો છે. આરોગ્ય સંસ્થાના મહાનિદેશક ડોક્ટર ટેડ્રોસ અધનોમ ગ્રેબ્રાયસેસે જણાવ્યું છે કે, વૈજ્ઞાનિકોની આ સમિતી ભવિષ્યમાં મહામારીઓના ઉદભવ અને તેમની સામેની રણનીતિ નિર્ધારીત કરવાની પણ કામગીરી કરશે.

