ગુજરાત: ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી થતાં રાજ્ય સરકાર હવે ધીમે ધીમે તબક્કા વાર શાળા કોલેજો પણ ઓફલાઈન શરૂ કરવા છૂટછાટ આપી હતી ત્યારે હાલમાં ધો. 1 થી 5 શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરવાની સંભાવનાઓ પ્રબળ બની રહી છે.
મળતાં અહેવાલો મુજબ ધો. 1 થી 5 ની શાળાઓ શરૂ કરવા સરકારે તૈયારીઓ શરૂ કરી છે. આ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી નિવેદન આપતા જણાવે છે કે રાજ્ય સરકાર દ્રારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરવામાં આવશે આ બાબતે કમિટીના રિપોર્ટ બાદ જ શાળાઓ શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે.
દિવાળી બાદ રાજ્યમાં ધો. 1 થી 5ની શાળાઓ શરૂ કરવાના મુડમાં સરકાર જોવા મળી રહી છે. અને આ માટે રાજ્ય સરકારે અભ્યાસ માટે કમિટી બનાવી છે.











