કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના ( પીપલસેત) ગામના વિદ્યાથી ખેરગામ ગુપ્તેશ્વર હાઈસ્કુલમાં થયેલ હત્યા સંદર્ભે આદિવાસી આગેવાનો દ્વારા પીડિત પરિવારને સાંત્વના આપવા અને તેમની ન્યાયની લડતમાં તેમની પડખે જ છીએ એની ધીઅરાજ આપવા મુલાકાત લીધી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ કપરાડાના પીડિત પરિવારની મુલાકાતમાં લોકનેતા અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, મહારૂઢીગ્રામ સભા અધ્યક્ષ રમેશભાઈ ખાભડા, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ શ્રી કમલેશભાઇ, કપરાડા તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, કુંજાલીબેન, ઈશ્વર ભાઈ, અને સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો હતા.

મૃતકના પરિવારજનો અને સ્થાનિક આગેવાનોએ મુલાકાતીઓને જણાવ્યું કે મૃતક બાળકના પિતાનું કહેવું હતું કે  મરનાર બાળકના ગળામાં જનોઈ હતી જે અમે પેહરાવી નહતી. આ સિવાય ઘટના સ્થળ પર દરેક જવાબદાર વ્યક્તિઓના આ ઘટના બાબતે અલગ અલગ જવાબો મળેલ છે જેથી સંપૂર્ણ ઘટના શંકાના દાયરામાં આવે છે આ બાબતે જો તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અમને ખાતરી છે કે અમારા બાળકની હત્યા જ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો એ જણાવ્યું કે ફક્ત પીપલસેત ગામના જ આજ સુધીમાં 5 બાળકો જે હોસ્ટેલમાં ભણતા હતા તેમનું આકસ્મિક મૃત્યુ થયું છે. મુલાકાત બાદ મૃતક પરિવારને સાંત્વના આપતા લોકનેતા અનંત પટેલ, રમેશભાઈ અને કલમેશ ભાઈએ જણાવ્યું કે આ ઘટના આદિવાસી સમાજ સાથે થઈ છે માટે આ ન્યાયની લડાઈમાં અમારો સંપૂર્ણ સહકાર રહેશે અને આગામી દિવસોમાં જો ન્યાય ન મળે તો આંદોલનના રસ્તે પણ જવા અમે તૈયાર છીએ.