ઉમરપાડા: ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્રારા ઉમરપાડા પોલીસ સ્ટેશનના સહક્રમી સાથે ” સ્વચ્છ ભારત ” કાર્યક્રમ અંતર્ગત ૧ થી ૩૧ ઓક્ટબર સુધી મહા અભિયાનમાં ૭૫ વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ સાથે ઉમરપાડા પોલીસ સ્ટેશનથી પોલીસ સ્ટેશન આવતો મુખ્ય માર્ગથી જુના પોલીસ સ્ટેશન સુધીનો માર્ગમાં રસ્તાની આજુબાજુ પ્લાસ્ટીક એકત્રીત કર્યુ.

Decision Newsને મળેલી માહિતી મુજબ પોલીસ સ્ટેશન સ્વચ્છતા બાબતે સુરત જિલ્લા પ્રથમ રહ્યા છે. આજ રોજ પોલીસ સ્ટેશનમાં ૫ કિલો જેટલું પ્લાસ્ટીક એકત્રીત કર્યુ. પોલીસ સ્ટેશન પોલીસના મિત્રો કાયદાની સાથે સ્વચ્છતામાં એટલું અગત્યનું છે, તેવા સંદેશા સાથે રેલી કરીને, સ્વચ્છતા કરવામાં આવી અને સ્વચ્છતાની શપથ લેવામાં આવી.

ક્રાર્યક્રમમાં પોલીસના તૃષિત ચૌધરી, અમિત ચૌધરી, સુરેશ વસાવા, રણજીત ચૌધરી, ઉષા વસાવા, જિલ્લા યુવા કાર્યક્રમ સલાહકાર સદસ્ય, એક્શન યુવા ગૃપના વિજય વસાવા સૌની ઉપસ્થિતિમાં નેહરૂ યુવા કેન્દ્ર સુરતના પરેશ વસાવા અને પંકજ શેન સહયોગથી સફળતાપુર્વક કાર્યક્રમ રહ્યો.