દક્ષિણ ગુજરાત: હાલમાં વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાનાં ગામડામાં સતત ચોથા દિવસે પણ આછા પાતળો વરસાદનો માહોલ યથાવત રહેતા હલકા ધાન્યમાં ડાંગર અને મગફળીના પાકોને નુકસાન થવાની બીક ખેડૂતોમાં દેખાય રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને ડાંગ વગેરે જિલ્લાના ગામડાઓમાં પડેલા છુટા- છવાયા વરસાદના કારણે હલકા ધાન્ય પાકો જેમ કે ડાંગર મગફળીમાં નુકશાન થવાની બીકના માર્યા ચિંતામાં પડી ગયા છે અમુક વિસ્તારોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો જેના કારણે પગલે જાહેરમાર્ગો પર પાણી ભરાયા હતા.

આવનારા દિવસો દરમિયાન પણ આજ પ્રકારે જો વરસાદ પાડતો રહેશે તો ડાંગર અને મગફળીના પાકના ઉત્પાદનને લઈને ખેડૂતોઓએ જે અપેક્ષા રાખી રહ્યા છે તે ધૂળ ધણી થઇ જશે એ નક્કી છે આમ વરસાદી વાદળોઓએ ખેડૂતોને ચિંતાના ઘેરામાં ઘેરી લીધા છે.