ગાંધીનગર: ગુજરાતના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હોય શકે, તમે અત્યાર સુધી સાંભળ્યું નહિ હોય કે હારેલા ઉમેદવારો જનતા વચ્ચે ડોર ટુ ડોર જઈ આભાર વ્યક્ત કરે, હારેલા તો શું જીતેલા ઉમેદવારો પણ ચૂંટણી પછી જનતા વચ્ચે હાજર રહેતા નથી ત્યારે ગાંધીનગરના AAP પાર્ટીની હાર થયા બાદ પણ પ્રતિનિધિઓએ લોકોના ઘરે ડોર ટુ ડોર આભાર પ્રગટ કર્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ પરંતુ ગતરોજ ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નરેશભાઈ પટેલ તેમજ ગાંધીનગર વોર્ડ 11 ના ઉમેદવારો હાર્યા હોવા છતાં પણ ગાંધીનગરમાં ડોર ટુ ડોર લોકો વચ્ચે જઈ મત આપવા માટે આભાર વ્યક્ત કર્યો, કદાચ હાર્યા પછી લોકો વચ્ચે ડોર ટુ ડોર જવું એ ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે એવું કહી શકાય. આ કાર્ય કરવા પાછળની ભાવના આમ આદમી પાર્ટીના ઝાબાઝ કાર્યકર્તાઓ જાણે પણ જો આ પ્રકારના ગુજરાતમાં નેતાગીરી કે લીડરશીપ જનતાને મળે તો ચોક્કસથી પરિવર્તન આવી શકે છે.
આ કાર્ય કરવાનો વિચાર Decision News જાણવા મળ્યું તે પ્રમાણે ગાંધીનગર જિલ્લાના યુવા પ્રમુખ વિશ્વજીત દેસાઈએ AAPના ઝાબાઝ કાર્યકર્તાઓને આપ્યો હતો અને આ કાર્યકર્તાઓ દ્વારા આનું અમલીકરણ પણ બીજા દિવસે જ કરવામાં આવ્યું જે ખરેખર આશ્ચર્ય પમાડે એવું હતું.