વ્યારા: આપણી ભાવિ પેઢીની માનશીકતા કેવી ? વાત સાંભળી ચોંકી ન જતાં ! ગતરોજ વ્યારા શહેરમાં આર્જવ એકલવ સોસાયટીમાં એક પરિવારમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ વિદેશ ભણવા જવાની ઇચ્છા પૂરી ન થતાં દીકરીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વ્યારા શહેરના આર્જવ એન્કલવમાં અનિલભાઇ હસમુખભાઇ ચૌધરીની નાની પુત્રી સ્તૃતીબેન ઉ.વ.17 એ સાઉથ કોરીયા ખાતે અભ્યાસ અર્થે જવાનુ ઈચ્છા હતી. જે વિષે માતાપિતાને જણાવ્યું પરંતુ દીકરી નાની હોવાથી 18 વર્ષની થાય પછી જજે.. હાલમાં અમદાવાદ અભ્યાસ ચાલુ કર એમ કહ્યું હતું. આ બાબતે દીકરીને ખોટું લાગી આવતા ઘરના પહેલા માળે પગથીયા ચઢતા બીજા માળના દાદરા પાસે આવેલ લોખંડની એંગલ તથા બારી સાથે મોટુ દોરીનો એક છેડો પોતાના ગળામાં બાંધી ફાંસો ખાધો હતો.
આ બાબતે મૃતકની મોટી બહેન અંજનીબેન ચૌધરી દ્વારા પોલિસ ફરીયાદ લખાવવામાં આવી છે. પોલીસે પંચનામા વિધિ પતાવી દીકરીની લાશને પીએમ રૂમમાં મોકલાવાઈ હતી. હાલમાં દીકરીના મોતથી પરિવારજનોમાં ભારે શોકમગ્ન બન્યા છે.