ગુજરાત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો. 9 થી 12 ની પ્રથમ કસોટી 18 ઓક્ટોબરથી લેવાનાર છે ત્યારે આ પરીક્ષા ગુજરાતમાં એક સાથે એક જ સમયે લેવામાં આવે તે માટે બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પડયો છે એમાં પરીક્ષાના લેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Decision Newsએ મેળવેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં 18 ઓક્ટોબરથી શરુ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડેની ધો.9 અને 11ની પરીક્ષા સવારના 10-30 વાગ્યાથી 12-30 વાગ્યાના સમયગાળામાં લેવાતી પરીક્ષા હવે સવારના 11 વાગ્યાથી 1 વાગ્યે અને ધો.10 અને 12ની પરીક્ષા બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દ્વારા પ્રથમ કસોટીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓનો કેવો પ્રતિભાવ રહશે એ જોવું રહ્યું.