ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં આદિવાસી સમાજની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળી પહેલાં 12 (બારસ) ના દિવસે વાઘ-બારસ કરવાની તૈયારીના ભાગરૂપે વાઘ-બારસની પૂજાવિધિ કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ ગતરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામમાં પહેલા ગામની ગામ દેવીની પૂજા કરવામાં આવી અને ત્યાર બાદ વાઘબારસ વાઘબારસની પૂજા કરવામાં આવી, અને ત્યાર બાદ માવલી માતાની પૂજા 08/10/2021 ની રાત્રે કરવાની હોઈ જેથી આજરોજ મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા સમાજના વડીલોએ જાળવી રાખી હોઈ અને યુવાનો પણ વડીલોની વર્ષો જૂની પરંપરા જાળવી રાખશે

યુવાપ્રિય નેતા કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે આમાં કોઈ અંધ શ્રધ્ધા નથી આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા છે જે અમને અમારા વડીલો દ્વારા મળી હતી અને અમે આવનારી પેઢીને સોપીશું જેથી આદિવાસી પરંપરા અને સંસ્કૃતિનું જતન કારી સાચવી શકાય.