નવસારી: ચીખલી થયેલા મર્ડર કેસ દિવસે દિવસે ઉકેલાય રહ્યા છે ત્યારે ચીખલી તાલુકામાં ગત 2જી સપ્ટેમ્બરએ આલીપોર અભેટા રોડ પર પ્લાસ્ટિકના કેનમાં સેલો ટેપ મારી પેક મળેલી મહિલાની લાશનો મર્ડરનો ભેદ ઉકેલાયોની લોકલ ક્રાઈમ બ્રાંચ નવસારી પોલીસ દ્વારા પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે

Decision Newsને મળેલ માહિતી મુજબ ચીખલી તાલુકામાં ગત 2જી સપ્ટેમ્બરએ આલીપોર અભેટા રોડ પર પ્લાસ્ટિકના કેનમાં સેલો ટેપ મારી પેક મળેલી મહિલાની લાશનો મર્ડરનો ભેદ ઉકેલાય ગયો છે પોલીસની પ્રેસનોટમાં નોંધ્યા અનુસાર મહિલાના પતિએ આડા સબંધના વહેમમાં પત્નીને રહેંસી નાખી હતી ત્યાર બાદ ત્નીને મારીને પ્લાસ્ટિકના કેન માં સેલો ટેપ મારી પેક કરી કારમાં બેસીને સુરત થઈ યુ.પી.જવાનું કહી પતિ ઇન્દ્રજીત ગૌતમ એ 2 મિત્રોની મદદ લીધી હતી.

પોલીસ સુત્રોનું કહેવું છે કે પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સની મદદથી કાર ચાલક અને 1 ની ધરપકડ કરતાં કારમાં જતી વખતે કેનમાં મહિલાની લાશ હોવાના અનુમાન હતું એમ મિત્રોએ પોલીસે હકીકત જણાવી હતી. હાલમાં પોલીસ દ્વારા મુખ્ય આરોપી પતિની ધરપકડ કરવા એક ટિમ યુ.પી રવાના કરાઈ છે.