વાંસદા: ગતરોજ વાંસદાના વન ચેતના કેન્દ્ર રાણી ફળિયા ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી વન્ય જીવ સાથે સંકળાયેલ અલગ-અલગ સંસ્થા ના સભ્યો અને અલગ અલગ મંડલના સભ્યોની ચર્ચા-વિચારણા સાથે કરવામાં આવી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ પ્રસંગે વાંસદાના મહારાજા શ્રી નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર અને વાંસદા તાલુકા પચાયતના પ્રમુખ શાંતુભાઈ ગામીત અને નાયક વન સંરક્ષણ અને મદદનીસ વન સંરક્ષણ અને ગામના સરપંચો ગામના આગેવાનો અને વન્ય જીવ સાથે સંકળાયેલ અલગ-અલગ સંસ્થાના સભ્યો અને અલગ અલગ મંડલના સભ્યો હજાર રહ્યાં હતાં.આ સાથે જ સુરત સંકલનમાં રહી વન્ય જીવ માટે કામગીરી કરી રહેલાં એવા કૌશિક ભાઈ મોદી પણ આ તબક્કે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વન્ય જીવ માટે કામગીર કરવાની વિસ્તૃત માહિતી આપી હતી. વન્યજીવો માટે અલગ-અલગ કામગીરી કરતી સંસ્થાઓને સારી કામગીરી બદલ પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સેમિનારનું આયોજન વાંસદા પૂર્વ અને પશ્ચિમના રેંજ ફોરેસ્ટ ઓફિસર જે. ડી. રાઠોડ અને સી. આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.