સિનેવર્લ્ડ: રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા અને ઘણાં નાટક, હિન્દી-ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થવાથી ગુજરાતી રંગભૂમિમાં અને ગુજરાતી કલાકારોમાં ગમગીની છવાઈ છે.

ઉલ્લેખનીય છે કે અરવિંદ ત્રિવેદીએ લગભગ 300 ફિલ્મ્સમાં કામ કર્યું છે.  જેમ કે ‘સંતુરંગીલી’, ‘હોથલ પદમણી’,’કુંવર બાઇનું મામેરૂં’, ‘જેસલ-તોરલ’ અને ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેવી અનેક સફળ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. અરવિંદ ત્રિવેદીએ ‘પરાયા ધન’,’આજ કી તાજા ખબર’ જેવી હિન્દી ફિલ્મ્સમાં પણ અભિનય કર્યો છે.

રામાનંદ સાગરની ‘રામાયણ’માં રાવણની ભૂમિકા નિભાવ્યા બાદ તેઓ સમગ્ર દેશમાં જાણીતા બન્યા હતાં. ત્યાર બાદ આજ દિન સુધી અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નાં નામથી જ ઓળખાય છે.