ઉત્તર પ્રદેશ: લખીમપુર મામલામાં પીડિત પરિવારોને મળવા જઈ રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે હું અહીંથી નીકળવા માંગું છું પણ મને એરપોર્ટ પર જ રોકી દીધો છે. અમે પોતાની ગાડીમાં લખીમપુર જવા માંગીએ છીએ પણ પોલીસ પોતાના વાહનમાં લઇ જવા માંગે છે. મેં તેમને કહ્યું કે હું પોતાની ગાડીમાં જવા માંગુ છું પણ હવે લાગી રહ્યું છે કે આ લોકો મોટી યોજના બનાવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જુઓ આવી રીતે યૂપી સરકાર લખીમપુર જવાની મંજૂરી આપી રહી છે. આ દરમિયાન રાહુલે ત્યાં હાજર અધિકારીઓને સવાલ કર્યો કે કયા નિયમ અંતર્ગત તે આ વાતનો નિર્ણય લઇ રહ્યા છે કે હું કેવી રીતે જઈશ. આ પછી તેમણે ત્યાં હાજર મીડિયાને કહ્યું કે કેમેરા પર દેખાડો કે મને કેવી રીતે રોકવામાં આવી રહ્યો છે. જો મને ખાનગી ગાડીમાં નહીં જવા દેવામાં આવે તો હું એરપોર્ટ પર ધરણા પર બેસી જઈશ.
આ પછી રાહુલ ગાંધી અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે એરપોર્ટ પર ધરણા પર બેસી ગયા હતા. આ પછી ત્યાં રહેલા અધિકારીઓ સાથે લાંબી ચર્ચા પછી તેમને ખાનગી ગાડીમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી રાહુલ ગાંધી લખીમપુર માટે રવાના થયા હતા. તે ત્યા પીડિત પરિવારોની મુલાકાત કરશે.