ધરમપુર: આજરોજ સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર દ્વારા જે આદિવાસીઓને જાતિના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલીના ઝડપી નિરાકરણ લાવવા માટે ધરમપુર મામલતદાર કચેરી ખાતે TDO સાહેબના મારફતે મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે હાલમાં આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા કાઢવા માટે  સરકારશ્રી દ્વારા ચાર પેઢીના પુરાવા (37 પુરાવા)ની માંગણી કરાઈ રહી છે ત્યારે ખાસ કરીને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજને આ બાબતે ખુબજ તખલીફ પડી રહી હોય તે બાબતે રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીને જાણ થાય અને જાતિના દાખલા કાઢવાની પ્રક્રિયા સરળ કરવામાં આવે એવા ઉદ્દેશથી યુવાપ્રિય અપક્ષના નેતા કલ્પેશ પટેલ દ્વારા TDO સાહેબશ્રી મારફત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અપક્ષના નેતા કલ્પેશ પટેલ Decision Newsને જણાવે છે કે હાલમાં આદિવાસી લોકોમાં ખુબ જ ગુસ્સો છે આદિવાસી સમાજના લોકોને સરકારીતંત્ર દ્વારા વિવિધ રીતે સરકારી કચેરીઓમાં હેરાન કરવામાં આવી રહ્યા છે અને હવે જાતિના દાખલા કાઢવા માટે ચાર પેઢીના પુરાવા (37 પુરાવા)ની માંગણી કરાઈ રહી છે જેની પ્રક્રિયા ખુબ અઘરી છે. પોતાનો ધંધો રોજગાર છોડીને આદિવાસી સમાજના લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા જે એક આદિવાસી નેતા તરીકે હું જોઇને સહન કરી શકતો નથી તે માટે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.