દાનહ: રસ્તાઓનું ઠેકાણું નથી પણ ટ્રાફિક પોલીસ દંડ વસુલવામાં મસ્ત બની છે કેટલાક ટ્રાફિક પોલીસોની ગેરવર્તણૂક અને મનમાની ખુબ જ વધી ગઈ છે આ શબ્દો છે સેલવાસના નામી નેતા પ્રભુ ટોકિયાના, તેમણે ગતરોજ પ્રેસનોટમાં આ વાત મીડિયા સમક્ષ કહી હતી
Decision Newsએ પ્રેસનોટ માંથી નોંધેલી વિગતો અનુસાર દાનહમાં પોલીસ દ્વારા ખાનગી સિક્યોરિટી કર્મચારીઓને મારપીટ કરવાની ઘટના જે ઘટિત થઇ છે તે ખુબ જ દુઃખદ છે. દાનહમાં ઇતિહાસમાં પ્રદેશવાસીઓએ આવા દિવસો ક્યારેય નહિ જોયા હોય કેટલાક પોલીસ અધિકારીઓના મનમાની ભર્યા વ્યવહારના કારણે સંપૂર્ણ પોલીસ પ્રશાસન બદનામ થાય છે.
પ્રભુ ટોકિયા જણાવે છે કે ગ્રામિણ વિસ્તારોમાંથી મને ઘણી વાર ફરિયાદ મળી છે કે આઉટ પોસ્ટ ઇન્ચાર્જ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે FRI નોંધ્યા વગર જ કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા આખી રાત પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે આવી ઘટના મોટાભાગે આદિવાસી લોકો સાથે વધારે પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત આજે ગરીબ, મજુર અને આદિવાસી સમાજના લોકો પાસે ટ્રાફિક પોલીસની બેલગામ દંડ વસુલે છે. ૮ ૧૦ હજારની નોકરી કરવા વાળા વ્યક્તિ પર ટ્રાફિક પોલીસ દ્વારા મહિનામાં 2 થી ૩ વાર દંડ વસુલાશે તો ગરીબ, મજુર અને આદિવાસી બિચારા આ લોકો ખાશે શું ? રસ્તાઓના ઠેકાણા નથી ચારેય બાજુથી રસ્તાઓ ખરાબ જનતા પરેશાન અકસ્માતોથી લોકો મારી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ ખુલ્લેઆમ વસુલી કરી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું કે દાનહમાં ઔદ્યોગિક એકમોની ગાડીઓ મોટા પ્રમાણમાં ઓવર લોડ થઈને નીકળે પરંતુ તેમના પર ટ્રાફિક પોલીસ કે RTO કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતાં નથી પરંતુ કાયદાઓનું પાલન કરવું અને ઉલ્લંઘન થતાં દંડ માત્ર ગરીબ, મજુર, નાના વેપારીઓ અને આદિવાસીઓએ જ ભરવાના હોય એમ લાગે છે. સામાન્ય માણસના ટેક્સના રૂપિયાથી ટ્રાફિક પોલીસ અને અન્ય કર્મચારીઓના પગાર ભથ્થા મળતાં હોય છે આ વિષે ટ્રાફિક પોલીસ અને અન્ય અધિકારીઓએ સમજ લેવી જોઈએ અને આ ટેક્સ પિયર જનતાનું સન્માન કરવું જોઈએ એમની સાથે અભદ્ર વર્તન કરતાં પહેલા તેમણે એક વખત પોતાની જાતને પૂછવું જોઈએ કે હું જેના ટેક્સથી રોટલો કમાઉ છું એની સાથે આવું માણસાઈ વિનાનું વર્તન કઈ રીતે કરી શકું.

