ધરમપુર: આપણા સમાજમાં અનૈતિક સંબધો ઘણીવાર આપણું જીવન ટુંકાવવા માટે મજબુર કારી દેતા હોય છે ત્યારે પરિણીત સ્ત્રી અને અપરણીત યુવક વચ્ચે ચાલતા આડા સંબંધનો કરુણ અંજામ કિસ્સો ધરમપુરના બામટી ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે
Decision Newsને મળેલી વિગતો પ્રમાણે ધરમપુરના બામટી રાનપાડા બાવીશા ફળિયામાં રહેતો અપરણિત 36 વર્ષીય અજયભાઈ નટુભાઈ પટેલ અને શેરીમાળ ડુંગરી ફળિયામાં રહેતી પરણિત સ્ત્રી 32 વર્ષીય અનશુયાબેન નિલેષભાઈ ભોયા નામના બંને પ્રેમી પંખીડાઓએ પોતાના આડા સબંધની ખબર સમાજમાં પડી જશે તો બદનામી થઇ જશે ના ભયમાં બામટી રાનપાડા બાવીશા ફળીયામાં આવેલી ઉખેડભાઈ પટેલની આંબાવાડીમાં આંબાના ઝાડની અલગ અલગ ડાળી પર રાત્રી દરમ્યાન નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ ગામના પૂર્વ સરપંચ વિજયભાઈ પાનેરીયા અને ગામ ફળીયાના લોકો એકઠા થઇ ગયા હતા ત્યારે બાદ બંને મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી હતી ધરમપુર પોલીસે મૃતકના પરીવારનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.











