બીલીમોરા: નવસારી જિલ્લાના બીલીમોરા શહેર પાસે આવેલા અને અંબિકા નદી પર બનેલા દેવધા મીની ડેમમા ઉપરવાસના વરસાદને કારણે પાણીની આવક વધી છે. છેલ્લા ઘણાં દિવસોથી પાણીનો ધસમસતો પ્રવાહ સહેલાણી યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર વર્ષોથી બન્યું છે. અહીં મોટાભાગે ગર્વથી યુવાનો સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં કરતાં હોય છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લા કિસાન મોરચાના યુવાની કાર ફસાયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે દેવધા ડેમના પાણીના ધસમસતા પ્રવાહમાં જોખમી સ્ટંટ કરવાનું નવસારી જિલ્લા કિસાન મોરચાના યુવા નેતા યશ દેસાઈ યુવાનને ભારે પડયું હોય હતું. સેલિરિયો કાર એકાએક ધસમસતા પાણીના પ્રવાહ સાથે પાણીમાં સમાધિ લેવાની તૈયારીમાં હતી ત્યારે યુવાન સમય સુચકતા વાપરીને તાત્કાલિક બહાર આવતા મોટી દુર્ઘટના ટળી હતી. જુઓ વિડીયોમાં..
વીડિયોમાં જોઇ શકાય છે કે યુવાન પોતાની કારને કાઢવા માટે ફરીવાર કારમાં બેસે છે અને તેનો કાઢવાનો પ્રયાસ કરે છે પણ તે પ્રયાસ નિષ્ફળ રહેતા ફરી કારમાંથી ઉતરીને બહાર આવે છે. ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાયેલી લાલ કલરની સેલિરિયો કાર કોઈક રીતે પાણીમાંથી બહાર આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આ કાર ફસાયાના વિડીયો વાયરલ થઈ ગયા છે.