નવસારી: પહેલા અપુરતા વરસાદના કારણે અને હાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદ પડવાથી નુકસાન ખુબ જ મોટું નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. સતત વરસતા વરસાદમાં પાક કોહવાઈ જવાની વાતો નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી ઉઠી રહી છે.
Decision News સાથે વાંસદા અંકલાછ ગામના યુવા ખેડૂત અક્ષય ગાંવિત જણાવે છે કે આમ જોઈએ તો આપણા આદિવાસી ખેડૂતો વર્તમાન મોઘવારીના સમયમાં બીયારણ, ખાતર, દવાઓ, ખેતમજૂરી, વગેરે વ્યાજે કે ઉછીના નાણાં મેળવી લઈ ખેતી કરતાં હોય છે આવામાં જો આ વરસાદ સતત વરસતો રહશે તો ડાંગરનો પાક કરેલા ખેતરમાં પાણી ભરાયેલું જ રહેશે જેના કારણે પાકને કોહવાઈ જવાની સંભાવના 95 ટકા દેખાઈ રહી છે હાલમાં વાંસદા તાલુકાના મોટાભાગના ખેડૂતોનો ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે ત્યારે આ વરસાદી વાતાવરણ કારણે ચિંતાના વાદળો ખેડૂતોમાં મનોસ્થિતિ વિચલિત કરી દીધી છે.
જ્યારે ચીખલી તાલુકાના રૂમલા આંબાપાડા ગામના ખેડૂત લાલજીભાઈ પટેલ Decision News જણાવે છે કે આ વખતે સતત વરસી રહેલા વરસાદે ડાંગરના પાકના ખેતરમાં પાણી ભરી ખેડૂતોની સારા પાક થવાની આશા પર પણ પાણી ફેરવી દીધું આ વખતે ખેડૂતોને ડાંગરના પાકમાં ખુબ જ મોટું નુકશાન થશે એ નક્કી છે. જુઓ આ વિડીયોમાં..
હાલમાં નવસારી જિલ્લાના મોટાભાગના તાલુકાઓના ગામડાઓમાં ડાંગરનો પાક ભારે વરસાદના કારણે જમીન દોસ્ત થયો છે. પહેલા વરસાદની જરૂર હતી ત્યારે વરસાદના રિસામણાએ નુકશાન કર્યું અને હવે ધોધમાર વરસાદના કારણે ડાંગરનો પાક ઢળી પડતા આદિવાસી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.