ગણદેવી: લોકોને નશાથી દુર રાખવાનું જેમનું કર્તવ્ય છે એવા પોલીસ કર્મી જ નશા મિલીભગતમાં સામેલ થયાનો કિસ્સો આજે નવસારી જીલ્લામાંથી સામે આવ્યો છે આજરોજ સુરત રેન્જ આઇજી દ્વારા ગણદેવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ અને ક્રાઇમ રાઇટર ને દારૂના મુદ્દામાલ માંથી હેરાફેરી કરવા મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગણદેવી પોલીસ મથક વિસ્તારમાં સુરત રેન્જ આઈજી ઓફીસ માંથી પ્રોહિબિશન ની કડક કાર્યવાહી કરી જેમાં દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે મુદ્દામાલ માંથી કેટલીક દારૂની બોટલ બારોબાર વેચાઈ હોવાની વાત સામે આવતા જેને લઇને સુરત રેન્જ આઈજી ઓફીસ માંથી આ સમગ્ર મામલે કડક કાર્યવાહીનો આદેશ થતાં ગણદેવી પોલીસ સબ ઈન્સ્પેકટર પરા પરાક્રમસિંહ કછવાહને સસ્પેન્ડ કરતો હુકમ કરવામાં આવ્યો છે સાથે જ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ હરશીનાબેન પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુત્રોનું કહેવું છે કે હાલમાં ગણદેવી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈનો ચાર્જ ચીખલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.વી.આહીરને સોંપવામાં આવ્યો.