મુંબઈ: આવો મળીએ બીજલબેન જગડને.. અને જાણીએ તેમના વિષે.. તેઓ હાલમાં જ ગુજરાતી લીટરેચર ફેસ્ટીવલનાં ૨૦૨૧ મુખ્ય પ્રેરણાસ્ત્રોત પણ બન્યા છે. બીજલ જગડનું પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ વાત કરીએ તો મૂળ વતન સૌરાષ્ટ્ર હાલ મુંબઈના ઘાટકોપરમાં રહે છે. છેલ્લા ૨૧ વર્ષથી મેડિકલ તથા cosmetic કંપનીમાં કામ કરતા આજે સાઉથ અને વેસ્ટ ઇન્ડીયા એક કંપની માટે sales mktg સંભાળે છે અને સાથે જ માર્કેટમાં કામ દરમિયાન એક રિસર્ચ પ્રોડક્ટ કરવાની એક આઈડિયા સ્ફૂરી અને ઓર્ગેનિક કોસ્મેટિક સ્કિન કેર રેન્જ પ્રોડક્ટ ઓર્ગેનિક સર્ટિફિકેશન Govt of India body ના અંતગર્ત અને એક્સપોર્ટ થઈ શકે એવા ઓર્ગેનિક પ્રોડક્ટ સંશોધન કરી બનાવ્યા છે.
તેમનો અધ્યાત્મિક પ્રવાસ ૧૪ વર્ષ પેહલા શરૂ થયો અને સાથે સાથે એક્કેસ બાર્સ consciousness , પ્રાનિક હીલિંગ, ટેરોટ કાર્ડ, સંજીવની હીલિંગ અને નુમેરોલોજી છેલ્લા ૭ વર્ષ થી પ્રેક્ટિસ કરી રહ્યા છે. સોશ્યલ બેકગ્રાઉન્ડ – છેલ્લા ૮ વર્ષ થી મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી અંતરિયાળ ગામોમાં કાર્યરત છે જેમાં અનાજ, કપડાં, સ્કૂલનું બાંધકામ, સ્કૂલ ડ્રેસ, રમત ગમતના સાધનો, સ્કૂલ એજ્યુકેશન કીટ પૂરી પાડી દર મહિનમાં ૨ દિવસએ આ વિસ્તારમાં મુલાકાત લઇ પોતાનો કિમતી સમય આ વિસ્તારો માટે ફાળવે છે.
તેમને માર્ચ 2020ના વિમેન ડે પર સેવા પરમ ધર્મ wow વિમેન એવોર્ડ મારા સેવા કર્યા માટે આપવા આવ્યો છે અને નવેમ્બર ૨૦૨૦માં શ્રી વિજય રૂપાણી દ્વારા અભિનંદન પત્ર મારા કામ માટે પાઠવાયો હતો તેમની સાહિત્ય સફર વિષે વાત કરીએ તો છેલ્લા ૫ વર્ષથી હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કવિતા, ગઝલ, નઝમ, લઘુ કથા લખે છે અને કેનેડાના પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ લાઈન પેપરમાં તેમની રચના મુકાય છે. સાથે જ હિન્દી સામના, ભોજપુરી સંદેશ, વાપી સંકેત, ગાંધીનગર મેટ્રો, ગુજરાત મેલ, ગુર્જર ભૂમિ, હમારા મુલુંડ ન્યૂઝ પેપરમાં મારી રચના મુકાય છે. સાથે ૧૩ એનથોલોજી બુક્સમાં પણ એ સહભાગી લેખક છે. હાલમાં તેઓ કલમના કસબી, સાહિત્ય પરિવાર એક મંચ, શબ્દોની ગોઠવણ, સાહિત્ય સેતુ, ખંભોળજ સાહિત્ય, પારિજાત સાહિત્ય ગ્રુપ, NOG સાહિત્યના ગુજરાતી અને હિન્દી બંને ગ્રુપમાં – વોટ્સ એપ ગ્રુપમાં પણ સક્રિય છે.