ગુજરાતમાં હવે શાહિન વાવાઝોડાનું સંકટ, ગુલાબ વાવાઝોડું ઓડિશાના દરિયા કાંઠે બે દિવસ પહેલાં ટકરાયા બાદ નબળું પડ્યું હતું અને હવે અરબ સાગર તરફ આગળ વધી રહ્યું છે. જો કે ગુલાબ નબળું પડતા જ ગુજરાત પર હવે “શાહિન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જેથી માછીમારોને ત્રણ દિવસ સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં વધુ એક વાવાઝોડું ‘શાહીન’સર્જાઈ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને તે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યા મુજબ, ગુજરાત પર “શાહીન” વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. “શાહીન” વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, આગામી 3 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે











