ચીખલી: ગતરોજ ચીખલી પોલીસ મથકમાં વાહનચોરીના શંકાના પગલે વઘઈના બેન યુવાનોને તપાસ માટે લાવવામાં આવ્યા હતાં. જેમાં ચીખલી પોલીસે કોઈ પણ નોંધ કર્યા વગર બંને યુવકોની પૂછપરછ કરી હતી. જેમાં આ યુવાનોની ગળે ફાંસો ખાધેલ હાલતમાં કમ્પ્યુટર રૂમમાં મળી આવી હતી. જે માટે જવાબદાર અધિકારીઓ પૈકી પીઆઈ એ.આર.વાળા પોલીસ શક્તિસિંહ અને રામજી યાદવ સહિત 6 સામે એક્ટ્રોસિટી અને હત્યાનો ગુનો દાખલ કર્યો.

ઉલ્લેખનીય છે કે બે માસ બાદ પીઆઈ અને બે પોલીસકર્મીઓને એલસીબી પીઆઈ વિક્રમસિંહ પલાસની ટીમે ઝડપી પાડયા હતા. જેમને શનિવારે કોર્ટમાં રજૂ કરતા 14 જેટલા મુદ્દાઓની તપાસ માટે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ કોર્ટે બને પક્ષોની દલીલો ધ્યાને લઈ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

રવિવારે રિમાન્ડમાં માંગ્યા મુજબના મુદ્દાઓને લઈ પોલીસે નિવેદન અને તપાસનો ધમધમાટ બોલાવ્યો હતો. જોકે મળતી માહિતી મુજબ બે દિવસમા બધા મુદ્દાઓની પૂછપરછ ન થશે તો પોલીસ વધારાના રિમાન્ડની માંગ પણ કરી શકે તેવી શક્યતા હાલ જોવાય રહી છે.

 BY મનીષ ઢોડિયા