વાંસદા: હાલમાં ભારે વરસાદને કારણે વાંસદા તાલુકાના શાકભાજી માર્કેટમાં લીલાં શાકભાજીની આવક ઓછી થતા ભાવમાં ભડકો થયો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બજારમાં મનફાવે તે રીતે વેપારી અને લારીવાળા ભાવ વસૂલી રહ્યાની ગૃહણીઓની બુમ ઉઠી રહી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં માર્કેટમાં રીંગણ, ટામેટા, ભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. એક તબક્કે ભાવ નહોતો મળતો ત્યારે રસ્તામાં ફેંકી દેવામાં આવતું હતું તે ફુલાવરનો ભાવ પણ આસમાને જોવા મળે છે. મેથીની ભાજી અને લીલા વટાણા પણ મોઘાં બન્યા છે. એવું જાણવા મળ્યું છે કે ખાંડ અને ચાની પત્તીમાં અન ભાવ વધારો થયો છે જેન કારણે ચા ની ચૂસકી મારનારા લોકોના ટેન્સનમાં વધારો દેખાય રહ્યો છે.

માર્કેટના હોલસેલ વેપારીનું કહેવું છે કે અત્યારે લીલાં શાકભાજીની આવક ઓછી રહેતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે રીંગણ, ટામેટા, મેથીની ભાજી, ફુલાવર, ભીંડા, ગવાર, પરવર વગેરેનો ભાવ ઉચકાયો છે જે કદાચ આવનારા દિવસોમાં ઘટાડો થઇ શકે છે. હાલમાં રોજ સવારે શાકભાજીના નવા ભાવ સાંભળવાનું મળતાં શહેરની ગૃહિણીઓનું બજેટ વેરવિખેર થયું છે.