ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાની 100 ટકા રસીકરણની અભુતપૂર્વ સિદ્ધિમાં જેમનું મોટું યોગદાન છે એવા તમામ આરોગ્ય વિભાગના તબિબો, નર્સો, આશા વર્કરો સહિત કુલ 165 જણાનું સન્માન ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ પરિવાર તેમજ ખેરગામના યુવાનો દ્વારા ખેરગામ તાલુકાના બહેજ PHC ખાતે આયોજનમાં કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
Decision News સાથે વાત કરતાં યુવાપ્રિય અપક્ષ નેતા કલ્પેશ પટેલ જણાવે છે કે જેમાં કોરોનામાં જે લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકી પ્રજાની સુખાકારી માટે સતત લાગેલા રહ્યા એવા લોકોનું સન્માન કરવામાં આવ્યુ. અને મારા માટે અતિશય આનંદની વાત એ છે કે જે બહેજ ગામમાં મેં મારૂ બાળપણ વિતાવ્યુ હતું અને મારી જિંદગીની શરૂઆત જ્યાં થી કરી હતી ત્યાં મને આજે ડો. નિરવભાઈ ચીંતુબા હોસ્પિટલ (છાંયડો હોસ્પિટલ) ખેરગામ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું. અને મને જે આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરવાનો મોકો આપ્યો તે બદલ હું કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય ડો.નિરવભાઈ અને આયોજન કર્તા તમામનો આભાર માનું છું.

ખરેખર કોરોનાના કપરા કાળમાં આરોગ્ય વિભાગના તબિબો, નર્સો, આશા વર્કરોઓએ પોતાના જીવની પરવાહ કર્યા વિના અન્યને જીવનદાન આપવા પોતાનું સર્વસ્વ આપી દીધું હતું એ વાતને નકારી ન શકાય. આવા નિસ્વાર્થ સેવાર્થીઓનું સન્માન થવું એ માનવ સમાજની અસ્મિતા કહી શકાય.











