ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,041 કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના 29,621 દર્દીઓ સાજા થયા છે.

ભારતમાં હાલ કોરોના વાયરસના 2 લાખ 99 હજાર 620 કેસ સક્રિય, જે છેલ્લા 191 દિવસમાં સૌથી ઓછા છે. કુલ કેસના 0.89% કેસ સક્રિય, જે માર્ચ 2020થી અત્યાર સુધીમાં સૌથી ઓછા છે. આ સાથે દેશનો કુલ કોરોનાથી રિકવરી રેટ 97.78% પર પહોંચ્યો છે જે માર્ચ 2020થી અત્યાર સુધીનો સર્વોચ્ચ રિકવરી રેટ છે.

અત્યાર સુધી કુલ 3 કરોડ 29 લાખથી વધારે દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટિવિટી રેટ-1.94% છે. જે છેલ્લા 94 દિવસમાં સૌથી ઓછો છે. આ સાથે જ દૈનિક પોઝિટિવિટી રેટ-2.24% છે. જે છેલ્લા 28 દિવસમાં સૌથી ઓછો નોંધાયો છે. દેશભરમાં ચાલતા કોરોના રસીકરણ અભિયાનમાં અત્યાર સુધી કુલ 86.01 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.