છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામ પાસે આવેલ ભરકુંડા રોડ પર માટીનો ગેરકાયદે બમ્ફ (સ્પીડ બ્રેકર) બનાવ્યો હતો. રાત્રી દરમિયાનન બે બાઇક સવાર બમ્ફ ઉપર ઉછળતા બંનેના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના ઝોઝ દેવગઢ બારિયા રોડ ઉપર ભીલપુર અને ભરકુંડા ગામ પાસે ભીલપુર ગામના સરપંચ લીલાબેન રાઠવાના પતિ વિક્રમભાઈ રાઠવાએ ટ્રેક્ટર ડ્રાઈવર ભાવસિંગભાઈ સોનિયભાઈ રાઠવા પાસે ટ્રેક્ટરમાં માટી મગાવી જાહેર માર્ગ પર ગેરકાયદે બમ્ફ (સ્પીડ બ્રેકર) બનાવ્યો હતો.
જે માર્ગ પર રાત્રીના સમયે બે બાઇક સવાર કનુભાઈ માલસિંગભાઈ રાઠવા રેહે, રાયસિંગપુરા, અને સોનિયાભાઈ સમસાભાઈ રાઠવા રહે, ભીલપુર આવતા હોય જેઓ બમ્ફ ઉપર ઉછળ્યા હતા, અને ગંભીર અકસ્માત થયો હતો. જેથી ઘટના સ્થળે બંનેના મોત નિપજ્યા હતા.
આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ તપાસ થતા, સરપંચ લીલાબેન રાઠવાના પતિ વિક્રમભાઈ વસંતભાઈ રાઠવા અને ભાવસિંગભાઈ સોનિયાભાઈ રાઠવા સામે ટ્રેક્ટરમાં માટી લાવી રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકી ગેરકાયદે બમ્પ બનાવવાથી મોત નિપજ્યા હોવાનો ગુનો નોંધી આગારની કાર્યવાહી હાથધરી છે.

