ચીખલી: થોડા દિવસ પહેલાં જ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવાના સરૈયા ગામના ઝાડી ફળિયા દીપડાએ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.જેને લઈને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવાના સરૈયા ગામના ઝાડી ફળિયા દીપડાએ બકરાનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો જેને લઇને વન વિભાગ દ્વારા શબનમ યુસુફ દીવાનના વાડામાં દીપડાને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું. આ પાંજરામાં શનિવારના રોજ વહેલી સવારે બે વર્ષીય દીપડો આવી જતા ગામ જનોએ હાશકારો અનુભવ્યો હતો. જુઓ આ વિડીયોમાં..
તાજા જાણકારી મળ્યા પ્રમાણે વન વિભાગ દ્વારા પકડાયેલ દીપડાને નૈષર્ગિક વનમાં મુક્ત કરવા વન અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

